Published 2023-11-23
Keywords
- કોવિડ-19,
- વૈશ્વિક મહામારી,
- સામાજિક અંતર,
- WHO,
- આર્થિક - સામાજિક અસરો
Copyright (c) 2023 International Journal of Science and Social Science Research

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.
Abstract
નમસ્કાર. દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એ માટે હાથ અને મોઢું હંમેશા સાબુથી વારંવાર ધોવો અને માસ્ક તથા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો. આ એ સમયની દરેકના મોબાઈલમાં વાગતી એક અણગમતી રિંગટોન હતી. એની ગંભીરતા સમજતા નાગરિકોને વાર લાગી પરંતુ લગભગ બીજી લહેરના પ્રવાહમાં જ આની ગંભીરતા અને તેનું માપન થઇ ચુક્યું હતું. એ સમયે ન સમજાતી આ રિંગટોન એક ચેતવણી કે આવનાર ગંભીર ખતરાથી બચવાનો એક ઉપાય હતો અને એ સમજાય ત્યાં તો વિશ્વમાં સ્થિતિ ઘણી જ ગંભીર થઇ ચૂકી હતી. તમામ ઉપાયો છતાં તેની અસરો ઘણી જ ગંભીર ઉદ્દભવી હતી. તેમજ 2020ની સાલ જાણે બધાં જ માટે નકારાત્મક બાબતો તરફ લઇ ગઈ. Positive શબ્દ જાણે પોતાના નામની સાર્થકતા ગુમાવી બેઠો હોય તેવું લાગ્યું અને પછી શરૂઆત કોવિડ-19ની ગંભીરતા અને તેની અસરો, ઉપાયો અને પ્રસ્તુત સમસ્યાના નિરાકરણના પ્રયાસોની અને સામે એક જ ઉકેલ દેખાયો તે રસીકરણ.